Site icon SuvicharStar.com | Hindi Suvichar | Gujarati Suvichar | Hindi Shayari | Gujarati Shayari | Best Suvichar

Top Ten Gujarati Suvichar

Top Ten Gujarati Suvichar

1.Top Ten 

જિંદગી જીવો તો એવી શાનથી જીવો કે 

મર્યા પછી તમારી કબર પર ઉભેલા લીલા ઘાસને

જોઇને દુશ્મન પણ બોલી ઉઠે કે મર્યા પછી પણ 

આને લીલા લેર છે 

2.Top Ten 

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ,
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.

3.Top Ten 

સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે…
બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો….
પેઢીઓ લાગે છે.

4.Top Ten 

એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!
આજે ૨૧ ફેબ્રુઆરી
“વિશ્વ માતૃભાષા દિવસ” ની હાર્દિક શુભેચ્છાઓ

5.Top Ten 

વદનથી ભલેને વિદેશી વાણી વદાય,
પણ…
હ્રદયના ભાવ તો માતૃભાષામાં જ સોહાય!!!
વિશ્વ????માતૃભાષા દિવસ ની શુભકામના

6.Top Ten 

ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે
શહેરમાં રહેનારની નજર વિદેશ તરફ છે
વિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છે
આ બધાય દુઃખી છે, પણ સાહેબ
જેની નજર પોતાના પરિવાર તરફ છે
એ સૌથી વધુ સુખી છે

7.Top Ten 

દરેક મુશ્કેલી થી લડતા શીખ
આસું ઓન પીઇ ને હસતા શીખ
રાખ ઉમંગ મંઝિલ ને પામવાની
આ દુનિયા તકલીફ નો સાગર છે
તેમા ડુબીને બહાર નીકળતા શીખ

8.Top Ten 

કર્યા વગર કઈ મળતું નથી.
કરેલું ફોગટ જતું નથી.
કામ કરવાની શક્તિ
તારામાં છે,
કામ કરતો જા,
હાક મારતો જા.
મદદ તૈયાર છે.
મફતનું લઈશ નહિ,
નિરાશ થઈશ નહિ.
લઘુ ગ્રંથી બાંધીશ નહિ. 

9.Top Ten 

બહુજ તેજ દિમાગ જોઇએ
ભૂલો ગોતવા માટે
પરંતુ એક સુન્દર દિલ હોવું જોઇયે
ભૂલ કાબુલ કરવા માટે 

10.Top Ten 

કૈક અલગ કરવું હોય તો
ભીડ થી થોડા દુર જઈને ચાલો,

ભીડ તમને સાહસ તો આપશે
પણ તમારી ઓળખાણ નઈ આપે

Exit mobile version