Suvichar In Gujarati
સમયની સાથે બદલાઈ જાવ અથવા
સમયને બદલતા શીખો
ક્યા સુધી મજબુરીઓ ગણાવતા રહેશો
ક્યારેક તો સામા પવને દોડતા સીખો
કિસ્મતને રડી શક્તિનો ઉપહાસ ન કર,
નિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર;
બેસી ન રહે – હોય જો તકદીર બૂરી,
કર પ્રયત્ન, બૂરી ચીજનો વિશ્વાસ ન કર.
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
વાત રાખી દિલ માં,
વાત કહી નાં શક્યા,
યાદ કર્યા એમને ને શ્વાસ લઇ નાં શક્યા,
કોઈકે પૂછ્યું આ દિલ ને કે તે પ્રીત કરી કોને,
જાણવા છતાં પણ નામ એમનું લઇ નાં શક્યા.
દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,,
જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,,
પ્રત્યક્ષ ભલે ના મળો તમે,
પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.
પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ,
કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,
લોકો પ્રેમ ને પાપ કહે તો છે,
પણ કોણ એવું છે જે આ પાપ નથી કરતુ.
સૌની ઝીંદગી માં કઈક ફર્ક હોય છે,
ઝુકેલી નજરો નો પણ કઈક અર્થ હોય છે,
તફાવત હોય છે ફક્ત જોનાર ની નજરો માં,
બાકી હસતા ચેહરા પાછળ પણ કઈક દર્દ હોય છે.