Suvichar In Gujarati
આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે એટલે
એનો આંખો થાક ઉતરી જાય સાહેબ પણ
જે માણસ ઘર માં થાકે ને એનો થાક આખીય
દુનિયામાં ક્યાંક નાં ઉતરે એ લખી રાખજો
હું એ નથી જે કોઈના જીવન ની વાર્તા બની જાઉં,
હું એ નથી કે કોઈની આંખના આંસુ બની જાઉં,
હું તો એક વહાલ નો દરિયો છું,
જેના જીવનમાં જાઉં તેની જીંદગી બની જાઉં.
હે રાધા વિચાર માત્ર પુલકીત કરી જાય મનને મારા,
જુદાઈ તારી વિચલિત કરી જાય મનને મારા.
લખાઈ જાય જો તૂ ભવોભવ માટે નસીબમાં,
તો આનંદ અલૌકિક મળી જાય મનને મારા.
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાયછે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.
“મોત ને હું મુઠ્ઠી માં રાખું છું …
મારા હર એક શ્વાસ ને સાવ ધાન રાખું છું …
કોઈ મારા અરમાનોની હોળી શું કરશે … ગુજરાતી છું હું ,
દિલ માં જ સળગતું સમશાન રાખું છું ..!!
પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.