Gujarati Suvichar For Life

2 Min Read

Gujarati Suvichar For Life

જિંદગીમાં બે જણની  બહુ કાળજી રાખવી 

એક કે જેણે તમારી જીત માટે બધું જ 

હારી દીધું હોય પિતા 

બીજું કે જેની પ્રાથનાઓથી  તમે બધું જ 

જીત્યા હોય એ માતા 

હે રાધા વિચાર માત્ર પુલકીત કરી જાય મનને મારા,

જુદાઈ તારી વિચલિત કરી જાય મનને મારા.

લખાઈ જાય જો તૂ ભવોભવ માટે નસીબમાં,

મોત ને હું મુઠ્ઠી માં રાખું છું …

મારા હર એક શ્વાસ ને સાવ ધાન રાખું છું …

કોઈ મારા અરમાનોની હોળી શું કરશે … ગુજરાતી છું હું ,

દિલ માં જ સળગતું સમશાન રાખું છું 

પાનખરમાં વસંત થવું મને ગમે છે,

યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,

આંખ ભીની તો કાયમ રહે છે,

તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,

તારા દિલ નો ધબકાર બનવા તૈયાર છું,

તો જો આવી ને મને સજીવન કરે તો,

હું રોજ લાશ બનવા તૈયાર છું.

તમે પૈસાદાર હો કે ગરીબ..

બધા અંતે મ્રુત્યુને જ વરે છે! મુખ્ય વાત તો એ જ છે કે..

તમારી ખોટ કેટલાને પડી? તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,

જે નામંજુર હોય તે જ કરવું પડે છે,

રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત,

ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે

આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે,

આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે,

વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માં,

પ્રેમ થી જીવી શકીએ જો બે પળ તો બસ છે.

ચાહતના પડદામાં જો નફરત થઈ શકે છે..!!

તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!!

જો કોઈ જુદું થઈ જાય છે તમને પોતાનો સમજીને.

 

 

 

Total Views: 0
Share This Article
Exit mobile version