Gujarati Suvichar Facebook

Gujarati Suvichar | Hindi Suvichar | English Suvichar
2 Min Read

Gujarati Suvichar Facebook

આ દુનિયા ની સોથી મોટી તકલીફ 

એ છે કે લોકો 

સાચું મનમાં બોલે છે અને ખોટું બુમો 

પાડી પાડી ને બોલે છે 

કિસ્મતને રડી શક્તિનો ઉપહાસ ન કર,

નિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર;

બેસી ન રહે – હોય જો તકદીર બૂરી,

કર પ્રયત્ન, બૂરી ચીજનો વિશ્વાસ ન કર.

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,

મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;

આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’

શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

વાત રાખી દિલ માં,

વાત કહી નાં શક્યા,

યાદ કર્યા એમને ને શ્વાસ લઇ નાં શક્યા,

કોઈકે પૂછ્યું આ દિલ ને કે તે પ્રીત કરી કોને,

જાણવા છતાં પણ નામ એમનું લઇ નાં શક્યા.

દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,,

જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,,

પ્રત્યક્ષ ભલે ના મળો તમે,

પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.

દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,,

જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,,

પ્રત્યક્ષ ભલે ના મળો તમે,

પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.

ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે ,

વિચારો તો બધી વાત નું કારણ મળી જશે ,

જીવન એટલું પણ મજબુર નથી હોતું ,

જીગર થી જીવો તો જલસા પડી જશે.

હતો જો પ્રથમ પ્રેમ સાચો તો બીજીવાર કેમ થયો,

અને જો હોય બીજો પ્રેમ સાચો તો પેહલો યાદ કેમ રહ્યો ?

પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ,

કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,

લોકો પ્રેમ ને પાપ કહે તો છે,

પણ કોણ એવું છે જે આ પાપ નથી કરતુ.

સુવીચારોની અસર એટલા માટે નથી દેખાતી,

કેમ કે વાંચનાર અને લખનાર એમ માને છે કે,

તે બીજા માટે લખેલા છે.

સૌની ઝીંદગી માં કઈક ફર્ક હોય છે,

ઝુકેલી નજરો નો પણ કઈક અર્થ હોય છે,

તફાવત હોય છે ફક્ત જોનાર ની નજરો માં,

બાકી હસતા ચેહરા પાછળ પણ કઈક દર્દ હોય છે.

Share This Article