Gujarati Love Shayari
હું એ ચહેરાને ક્યારેય
ઉદાસ નહી થવા ડઉ
જે મારા ચહેરાને જોઇને
ખુશ થઇ જાય છે
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘર ને મારું ઘર થવા દે
ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે…
જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે,
ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.
થાકી ને બેઠો છું હારી ને નહીં,
બાજી ગઈ છે જિંદગી નહીં
એક તારીખ બદલાશે ખાલી આજે,
જીંદગી તો તારે જાતે બદલવી પડશે.
તારી યાદને આદત પડી ગયી
રોજ મારી પાસેઆવવાની,
નહીતર મને ક્યા આદત હતી,
રોજ તને યાદ કરવાની.
વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો?
બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” ,
જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.
જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા,
જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,
સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.
જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય,
ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો.
કોઈ ને ધ્યાનમાં ના રાખતા.!
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.
ઝીંદગી મળવી એ નસીબની વાત છે,
મોત મળવું એ સમયની વાત છે,
પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું,,
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.
પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.