જે મળે તેને ચાહવું એ સમજૂતી છે….જેને ચાહો તેને મેળવવું એ સફળતા છે… Gujarati Shayari

1 Min Read

Gujarati Shayari

Hindi Shayari

જે મળે તેને ચાહવું એ સમજૂતી છે
જેને ચાહો તેને મેળવવું એ સફળતા છે
પણ જ્યારે ખબર હોય કે જે નથી મળવાનું
છતાં પણ તેને ચાહો તે સાચો પ્રેમ છે.

રડતી આંખો ને
હસાવનાર કોઈ નથી,
હારી ગયેલ હેયા ને
મંજિલ બતાવનાર કોઈ નથી,
આંશુ તો દરેક આંખો માં હોય છે,
પણ તે આંશુ ને
સમજનાર કોઈ નથી.

સુગંધ ગુલાબની
આજે પણ સુકાયા પછી અકબંધ રાખી છે,
જેમ તારી યાદ ને
મારા જીવનમાં તારી હાજરી સમજીને રાખી છે…!! 

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે…

સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો,
માંગવો પડે તે પ્રેમ નથી હોતો!
કિસ્મત કરાવે છે ખેલ કઠપુતળીના,
બાકી જિંદગીના રંગમંચ પર 
કોઈ કલાકાર નબળો નથી હોતો !!

જીવન માં સદા એક અફસોસ રહેવાનો ,
દિલ નો કોઈ ખૂણો સદા ખાલી રહેવાનો ,
જિંદગી ભર નથી તેનો સાથ રહેવાનો ,
તેનો ચેહરૉ હમેશા મને યાદ રહેવાનો..️?

Share This Article
Exit mobile version