Suvichar In Gujarati
પ્રેમ માં દગો મળે તો કોઈ દિવસ મરવા
નું પગલું ભરવું નહી
કેમ કે સામે વાળા ને બીજું કોઈ મળી જાશે
પણ તમારા માં-બાપ ને બીજું કોઈ નહી મળે
તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,
તારા દિલ નો ધબકાર બનવા તૈયાર છું,
તો જો આવી ને મને સજીવન કરે તો,
હું રોજ લાશ બનવા તૈયાર છું.
જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે નામંજુર હોય તે જ કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત,
ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે.
આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે,
આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે,
વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માં,
પ્રેમ થી જીવી શકીએ જો બે પળ તો બસ છે.
જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
ચાહતના પડદામાં જો નફરત થઈ શકે છે..!!
તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!!
જો કોઈ જુદું થઈ જાય છે તમને પોતાનો સમજીને..!!
તો જરૂર તેને તમારી સાથે મહોબ્બત પણ થઈ શકે છે..!!
દુખનો સાગર દરિયા જેટલો હોય છે,
ભીડમાં પણ માનવી એકલો જ હોય છે,
જીવનમાં બધી આશા પૂરી નથી થતી,,
કેમકે આશા પૂરી કરતો તારો પણ તૂટેલો જ હોય છે
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની,
જિંદગીમાં અસર એક તનહાઇની,
કોઇએ જ્યાં અમસ્તું પૂછ્યું – કેમ છો ?
એને આખી કહાની સુણાવી દીધી.
કિસ્મતને રડી શક્તિનો ઉપહાસ ન કર,
નિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર;
બેસી ન રહે – હોય જો તકદીર બૂરી,
કર પ્રયત્ન, બૂરી ચીજનો વિશ્વાસ ન કર.
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.